STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

ભરતી ન ઓટ

ભરતી ન ઓટ

1 min
249

ખળખળ વહેતી

સ્નેહની વહેતી ધારા

એકધારો અખૂટ અમાપ


ભાવ અભાવ બધું સમાવી

નિરંતર એકધારો પ્રવાસ

સાજણને મળવા


ન ભરતી ન ઓટ

સદા સ્નેહથી ભીંજવતી

સ્નેહના ગુણાકાર કરતી


ન થાક ન કંટાળો

સદા હસતી રમતી

જીવનનો સંદેશો આપતી


ખળખળ ખળખળ વહેતી

સાગરકિનારે પહોંચતી કે 

સાગર ધસમસતો

બાહોમાં ભરવા


સાગરના અફાટ જળમાં વિલિન થતી

સાક્ષી બનતી પ્રકૃતિ આ..

અદ્રિતય મિલનની


તો..સરિતા..

પોતાની ઓળખ ગુમાવી

સતત સ્નેહની યાદ અપાવતી


જયાં.

ખારાશ ભરતી ઓટ

સાગરમાં આવતા


થાકી ગઇ પાંખો


પણ 

પ્રકૃતિ એની ને તોફાની સ્વભાવ 

એમ કેમ છોડે ?

છતાં નિયતિ

સાગર સરિતા

એકમેકમાં ઓળઘોળ

સદા સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational