STORYMIRROR

Rupali Choksy

Inspirational

2  

Rupali Choksy

Inspirational

ભીતરનો પ્રેમ

ભીતરનો પ્રેમ

1 min
14.1K


ગઝલ લખીએ છે તેવું ક્યાં જીવાય છે,

હવે તારા વગર મારાથી ક્યાં રહેવાય છે.

 

ઓગળી રહ્યો છે તારા પ્રત્યેનો મારો અહં

બંધ પાંપણ માં પણ હવે તો તું શરમાય છે,

 

મને અણસાર છે ક્યાંક તો ભીતર છે તું,

શોર ના કરે તો પણ મૌન તારૂં મલકાય છે,

 

મારા હોઠની લાલી તારામાં અદ્રશ્ય થાય છે

તારી આંખોનો નશો હવે ક્યાં ચર્ચાય છે.

 

 સરેઆમ ક્યાં પ્રેમની વાત થાય છે યશવી,

 મનની વાત જાહેરમાં આમ ક્યાં કહેવાય છે.

 

 

રૂપાલી ચોકસી "યશવી"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational