STORYMIRROR

Rupali Choksy

Others

2  

Rupali Choksy

Others

મનની પાંખ

મનની પાંખ

1 min
2.7K


કોઈનાં મનને કયાં પાંખ હોય છે,

પણ એ વાતનું કયાં ભાન હોય છે.

 

કલ્પના વિહવળ બને ઉડવા માટે,

થનગન હૈયું પાયલની શાન હોય છે.

 

કાબૂમાં રાખ તું હૃદયનાં ધબકારને,

અહીંયાં જમાનાને પણ કાન હોય છે.

 

હોઠોની તરસને નજરથી ના છલકાવ,

તારી નજરમાં મારૂં માન હોય છે.

 

ઉડાનને લાવ હવે આમ ધરતી પર,

યશવી પ્રેમમાં બધા બદનામ હોય છે.

 

 

 


Rate this content
Log in