STORYMIRROR

Rupali Choksy

Others

2  

Rupali Choksy

Others

મસ્ત બની જીવી લેવાનું.

મસ્ત બની જીવી લેવાનું.

1 min
14.1K


ક્યારેક બેફામ બની, બિન્દાસ થઈ જીવી લેવાનું,

લોકોની ચર્ચામાં રહીને બેફિકર બની જીવી લેવાનું.

 

ખુલ્લાં હાથ કરી આકાશ નીચે ઊભાં રહેવું છે.

વરસાદની બૂંદોને હથેળીમાં ઝીલી જીવી લેવાનું

 

ટગર ટગર તને જોઈ આંખને નીચી કરી લેવાનું,

ફરી ફરી તે જ મુખને, વારંવાર જોઈ જીવી લેવાનું,

 

સળગતાં હૈયે અંગારા પર ક્યારેક પહોંચી જવાનું,

મંઝિલ ખબર નથી, સત્યની શોધમાં જીવી લેવાનું,

 

જીવન મળે ના વારંવાર પૃથ્વી કેરા આહલાદક સ્વર્ગમાં,

આંખ મીચકારી અલ્લડ થઈ ક્યારેક ઝૂમી જીવી લેવાનું.

 

 

 


Rate this content
Log in