STORYMIRROR

Rupali Choksy

Others

2  

Rupali Choksy

Others

પ્રીત ઘેલું મન

પ્રીત ઘેલું મન

1 min
13.8K


ગરમાવો બહુ ગમે આ હૃદયને,

તું ઓઢાડે પ્રેમ કેરો ધાબળો બદનને.

 

શરમાવાનું બહુ ગમે મારાં નયનને,

તું કોઈ સપનાંઓ બતાવે પાંપણને.

 

દોડીને આવવાનું બહુ ગમે આ પગને,

જો કોઈ દૂર બેઠું સાદ કરે મુજને,

 

પ્રભાતે અંગ મરોડવાનું બહુ ગમે તનને,

તું જો ઉઠાડે મને, ચુંબનનો સ્પર્શ કરીને.

 

પ્રીતઘેલું નૃત્ય કરવાનું  બહુ ગમે પાયલને,

કોઈ દાદ આપે, મન ભરીને બહુ ગમે યશવીને

 

 

 


Rate this content
Log in