STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ભીની આંખોને મારે હસાવવી છે

ભીની આંખોને મારે હસાવવી છે

1 min
16

કોઈની ભીની આંખને મારે હસાવવી છે,

ઉદાસી એની મારે સઘળી દૂર કરવી છે,


કહેવું નથી મારે કશું એને આજ,

ફક્ત એની વાતો આજ સાંભળવી છે,


થોડી પ્રેરણાદાયી વાતો કરવી છે,

આજ એના ચહેરા પર મારે હસી જોવી છે,


ભૂલી ગયું છે રસ્તો આજે કોઈ પોતાનો,

એના માટે મારે નવી પગદંડી કરવી છે,


ઠોકરોથી પથ્થર બની પડ્યું છે કોઈ રાહ પર,

બસ મારે એને કંડારીને મૂરત બનાવવી છે,


કોઈની ભીની આંખોને આજે હસાવવી છે,

ચરણોમાં એની તમામ ખુશીઓ ધરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational