Neha Patel

Inspirational

4  

Neha Patel

Inspirational

ભાષા છે મારી ગુજરાતી

ભાષા છે મારી ગુજરાતી

1 min
453


'કેમ છો', 'પધારો', 'એ આવજો',

કરે ગુજરાતી મોરલો મીઠો ટહુકો ! 

ભાષા છે એની ગુજરાતી ને,

શબ્દો છે એનાં નેહ ભરેલા.

ભર્યો ભાવ એ શબ્દો કેરો,

ડૂબે સૌ-કોઈ એ ભાવદરિયે, 

ભાષા છે મારી ગુજરાતી ને,

લાગણી છે એની કેવી કૂણી !

બતાવે એવું તો પોતીકાપણું,

લાગે સૌ -કોઈ ભાઈબંધ ભેરુ,

ભાષા છે ઘેલી ગુજરાતી ને,

માયા છે એની મમતાભરી !

ડંકો વગાડે એ દુનિયામાં,

દેશની હૂંફ આપે એ વિદેશમાં,

ભાષા છે આપણી ગુજરાતી ને,

ભવ્ય છે એની સંસ્કૃતિ ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational