STORYMIRROR

Margi Patel

Inspirational Others

3  

Margi Patel

Inspirational Others

ભાર વાળું ભણતર

ભાર વાળું ભણતર

1 min
241

આવે અનેરા અનેરા વિચાર,

મંથન મગજમાં ને મનમાં થાય,

દિલને દિમાગની લડાઈમાં,

પીસાય બાળક અહીં.


અભિમાન કરવા કરે દેખાડા,

અલગ અલગ માતા પિતા અહીં, 

અભિમાનના બોજ નીચે ઘવાયું,

બાળકનું બાળપણ અહીં.


થાય છે એજ્યુકેશનનો પણ,

વેપાર વિવિધ રીતે, 

લેવાય છે ભણતરના નામે,

રિશ્વત ડોનેશનના બહાને.


પેતરા અપનાવે અનોખા,

મુકવા પ્રસિદ્ધ શાળામાં બાળકને, 

કરે એવો ઠાઠ કે શાળામાંથી જ,

નીકળશે ડૉક્ટર, સીએ કે એન્જીનીયર.


દેખાદેખીમાં દબાઈ ગયા,

બાળકોની અનેરી આવડત, 

ના હોય પૈસા પણ લાવે ઉધાર,

મોંઘી મોંઘી શાળા માટે.


પૈસાવાળાના છોકરાઓ,

કરે ધમાલ મસ્તી,

પૈસા આપી ખરીદે,

એજ્યુકેશનને.


નથી ભણાવવા પૈસા ગરીબ પાસે,

કેવી રીતે લડે એજ્યુકેશન સિસ્ટમ સામે 


ગીરવે મૂકી સ્વાભિમાન,

લાવે બાળકને અધર, 

કરે નામ મોટું, અપાવે માન બમણું,

રાખે માથું અધર.


હજારો રૂપિયા આપી દોર ચાલી રહ્યો છે,

અત્યારે ઇંગ્લિશ મીડીયમનો અહીં, 

શું ખોટું હતું અમારુ ગુજરાતી માધ્યમ,

પાક્કો પાયો એ પણ ચંદ રૂપિયામાં અહીં.


ભલે કરતાં અભિમાન,

નામજાદી શાળામાં મૂકીને, 

બાળકના આવડત કરે નામ,

એક નાની શાળામાંથી.


થઇ ગયું છે ભણતર પણ હવે,

ભારવાળું, ને પાયો કાચો, 

ખીલ્યા વગરના બાળકના માથે,

આપવાનું બોજ દુનિયાનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational