ભાઈ બહેન
ભાઈ બહેન
બાળપણની યાદો કેવી આવી
સાથે રહેતા ભાઈબહેનને
યાદોમાં બાળપણ આવ્યું
એકબીજા સાથે રમતા ગમતા
ધીરે ધીરે મોટા થતાં
રમતા રમતા ઝઘડી પડતાને
તારી મારી બૂચ્ચા કરતા
એ દિવસો ભૂલી ના શકાય
એ દિવસો ફરી ના લાવી શકાય!
યાદોના સહારે બાળપણને
સારું જીવન જીવી શકાય
બાળપણ પણ ભાઈબહેનનું
એકબીજાની કેર કરતા
પ્રસંગ વાર તહેવારે સૌ સાથે રહેતા
રિસામણા મનામણાં બહું બહું થતાં
પછી હસીને ભેગા રહેતા
મોટા થયા પછી જીવન બદલાઈ જાય
બાળપણ જેવું ના જીવી શકાય
મોટી ઉંમરે રિસાઈ જાય તો
સંબંધોમાં તિરાડ પાડતા
સમજણ નેં સમજું રહે તો
જીવનભર પ્રેમ રહે
ઈશ્વરની મહેરબાની છે કે
ભાઈબહેનની બનાવી સુંદર જોડી
