STORYMIRROR

Gohil Takhubha {bapu}

Drama Tragedy

3  

Gohil Takhubha {bapu}

Drama Tragedy

બેતાબ

બેતાબ

1 min
10.1K



બેેતાબ દિલને મનાવું કેેેમ કરી વણ વિચારીનેે,

ભિતરની એ વેેેદના કેમ વિસરૂ સઘળું ભૂલીને,


સાગરને બાથ ભિડવી રહી મધ દરિયો ભુલીને,

કિનારે જે લાંંગરી કષ્ટી મરજીવા બનવા કુદીને,


વાયરો વાલપનો વખતો વખત ઉભરે ટોકીને,

પવનનો સુુુસવાટો હ્લદયને નિચોડે ચુથીચુથીનેે,


કાંંગરી કાળી કાજળ લયને પુરી દિલ ખોલીને,

કાગળ કોરો હતો છતાં રંગપુર્યાં કામણ કરીને,


આધાર એકજ અવનિ પર આશરો દિલદરિયાને,

પ્રાણ પાથરા મારગની આડે વચ્ચેે ઊભા અડીને,


એકજ નામ રાતદિવસ જપ્યા કરુ નિરંતર ભજીને,

હૈયુ ઠાલવું કયાં જઈ મળે ઠેેકાણું મનને ખોજીને,


વસંંતના આગમને મનને તરબોળ કર્યું પલાળીને,

ભીનાશ આંંખોમાં હતી ને હ્લદય થયું તરબોળીને,


સુખની શોધમાં ખૂબ ફર્યો મારગ સવળો ભુલીને,

ભીતર હતો "તખત" બજારમાં ગોતતો ફરુ વિસરીને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama