બેગુનાહી
બેગુનાહી
ન્યાયના પલ્લે ચલણ જ્યારે ખૂટશે
બેગુનાહી ની સાંકળ ત્યારે તૂટશે,
સત્યને ત્યાગીને લે’છે ઘુંસ જે
એ વકીલોની અકડ ક્યારે તૂટશે ?
હો ચોરાયેલો માલ કે પછી ખાલ પણ
એ તો ભૈ વકીલ ! બંદાને લૂંટશે,
એણે ભલે લીધી શપથ હો સત્યની
પણ ન્યાય છે અંધો, બહેરોને મૂક છે ?
ગાંધીવાદને ગીતાને માન દે
આંખ ચોળી જુઓ એવા અમુક છે !
જાણે કે તે સત્ય છે પણ સાથ નૈ
જાનહાનીની ફનક અચૂક છે !
બેગુનાહીની સાંકળ ક્યારે તૂટશે ?
ન્યાયના પલ્લે ચલણ જ્યારે ખૂટશે.
