બાપુ તમે...!
બાપુ તમે...!
બન્યા અંગ્રેજ હકૂમતને પડકાર બાપુ તમે.
લીધો સત્ય અહિંસાનો આધાર બાપુ તમે.
થરથરી ઊઠ્યા અંગ્રેજો કર્યો જ્યાં હું કાર,
આત્મબળે નમાવી'તી સરકાર બાપુ તમે.
આંદોલન ઉપવાસને અસહકારનું હથિયાર,
આચરણે હતાં વ્રતો અગિયાર બાપુ તમે.
રહ્યાં અંગઢાંક વસ્ત્રોથી ના દેહને શણગાર,
બન્યા મોહન આઝાદીના સૂત્રધાર બાપુ તમે.
રહેશે ૠણી દેશ તમારો કેટકેટલા ઉપકાર,
ના આવે કોઈ તમારી હારોહાર બાપુ તમે.
જન્મદિને વંદન શતકોટિ સૂતરઆંટીના હાર,
ગુલામીની જંજીરોને તોડનાર બાપુ તમે.
