STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

બાપ નથી શેઢાનો સાપ

બાપ નથી શેઢાનો સાપ

1 min
290


ઘર, કુટુંબ અને પરિવારનો ઘેઘૂરો વડલો મારો બાપ,

મિત્રો,બાપ નથી શેઢાનો સાપ 


પરીવારનાં માટે બાપ તો સુખનો શીતળ છાંયો,

પરીવારના માટે બાપ તો ઇમારતનો ઊંડો પાયો,

બાપ નથી પથ્થર દિલ, તેના પ્રેમનું નહીં કોઈ માપ,   

મિત્રો,બાપ નથી શેઢાનો સાપ.


દિકરી માટે બાપ તો છે ઉરના આનંદનો હિંચકો,

દિકરા માટે બાપ તો છે સંસ્કારનો મધમીઠ્ઠો ઠપકો,

બાપની તૂલ્ય ના આવે કોઈ કરજો સદા તમે જાપ, 

મિત્રો,બાપ નથી શેઢાનો સાપ.


બાપનો પ્રેમ નથી દેખાતો તેનાં ઉરમાં છે હેતનો સાગર,

અંદરો અંદર પોતે મૂંઝાય ના કહે વ્યથા કોઈની આગળ,

બાપ મા ના બની શકે પણ તે છે મીઠી નદીનો કાંપ,

મિત્રો,બાપ નથી શેઢાનો સાપ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational