STORYMIRROR

Kalpesh Chauhan

Comedy

2  

Kalpesh Chauhan

Comedy

બાળક અજાણ

બાળક અજાણ

1 min
13.6K


એક નાનો બાળક હતો અજાણ,
જે આવી ને ટ્રેનમાં બેઠો
મારે સથવાર.
જવું હતું એને કદાચ એના ઘર
પણ નહોતું સાથ કોઈ.
એને જોઇ ટ્રેનમાં હતો કોલાહલ કે
કોણ છે આ અજાણ બાળ..?
કોઇ એને પુછે કોણ છે તું ભાઈ,
તો કોઈ પૂછે ક્યાં જવું છે ભાઈ
"છે કોઇ તારે સાથ..?"
આ બધું જોઇ પણ બાળક હતો અવાક!
કેમ કે એને નહિ સમજાઇ ગુજરાતી ભાષા આજ
કોઈકે પૂછ્યું, "કહા જાવોગે ભાઈ?"
ત્યારે એ બાળક બોલ્યો ફટાકથી કે - 
દિલ્હી જાના હૈ ભાઈ.
કોઈકને એના એ મેલાં ઘેલાં વસ્ત્રો તથા
એની હાલત પર આવી દયા અને આપ્યા
થોડા રૂપિયા હાથ..
રૂપિયા લઈ જાણે બાળકને થઇ હાશ કે
કંઈ તો છે આધાર..
સ્ટેશન આવતા વિખુટા પડ્યા સૌ કોઇ સાથ..
પછી તો રામ જાણે ભાઈ કે બાળક પહોંચીયો કે
નહિ
એને પોતાને દ્વાર..
મારી તો એ જ આશ કે એ હોય સહીસલામત
અને જલદી પહોંચે એને પોતને દ્વાર..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy