STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational

4  

Rita Hirpara

Classics Inspirational

અયોધ્યા

અયોધ્યા

4 mins
365


અતિ પાવન નગરી …

છે ચરણ મારાં આતુર ,

તુજ લગી પહોંચવાને ,

ગમતી ક્ષણ એક એક મળી,

લીલા પ્રભુની ત્યાં દેખાય ,

જ્યાં ગુંજે એક જ નામ ,

શ્રી રામ જય રામ જય જય રામ , 

ધડકતા હૃદયમાં આજ આનંદ અનેરો , 

શ્રદ્ધા કેરો દીપ જગાવી, 

ને ધ્યાન ધરી અંતરમનમાં ,

આવી હું અયોધ્યા ધામ , 

શોભા અયોધ્યા ની આજ અનેરી ,

 ને વાતાવરણ કેશરિયુ  ,

માનવમહેરામણ જ્યાં ઉમટી પડ્યું , 

ને ખીલ્યા છે હૈયા અહીંયા ભક્તિથી ,

કરવા દર્શન વ્હાલાં શ્રી રામના ,

જોઈ ને હસી રહ્યા મનમાં હું ને શ્રી રામ  , 

માંગી મેતો એક જ અરજી ,

આ જીવન કેરા સફરમાં , 

સત્સંગ કેરા સંગ થકી ,

રાઘવ કરજો મને સ્નેહથી સ્વીકારી, 

આખરે શોભશે આ યાત્રા અનંતની મારી , 

ને સહુ કોઈ બોલસે રામ બોલો ભાઈ રામ ,

છે એ આજ અને અનંત સુધી નું નામ,

જય શ્રી રામ 🙏🙏

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics