STORYMIRROR

Jignesh Kotadiya

Tragedy Classics Others

3  

Jignesh Kotadiya

Tragedy Classics Others

અવસરો છૂટી ગયા

અવસરો છૂટી ગયા

1 min
195


પ્યાજ કાપી આંખ નીચે અશ્રુઓ લૂંછી ગયા

આ રૂદનમાં દર્દ ક્યાં છે એવું પણ પૂછી ગયા


આ તરફ દસ્સું ચડે, ચશ્મા થકી જાણી ગયા

બંધમાં ચાલી ઘણું, દલ્લો બધો તાણી ગયા


એક ટીપાંનો પકડવા કાઠલો ભટકી ગયા 

એટલામાં બાંધ તોડી સરવરો છટકી ગયા 


પ્રશ્નપત્રો.. છો કુંવારી આંખનાં ફૂટી ગયા 

ઉત્તરો શોધી રહું ત્યાં અવસરો છૂટી ગયા


રંગ મારી કલ્પનાઓનાં બધા લાગી ગયા 

ત્યાં જ આખું દ્દશ્ય લઇ લૂંટારુઓ ભાગી ગયા 


રાતનાં હલ્લો થયો ને પોપચાં ફૂલી ગયા 

હું સમજતો કે મને એનાં સ્મરણ ભૂલી ગયા


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy