STORYMIRROR

Jignesh Kotadia

Others

3  

Jignesh Kotadia

Others

ધરાયો છું

ધરાયો છું

1 min
13.5K


પસંદે આપની જે જે મને મળ્યું, સદા એમાં ધરાયો છું.
સ્વયં વરણી કરી જે ચીજ હું લાવ્યો બધામાં ભેરવાયો છું.

ખરીદી સ્વપ્ન એક જંગી રકમનું, પોરસાયો પેશગી આપી,
પછી હપ્તાઓ ભરવામાં સરળ, સાથળ લગીનો વેતરાયો છું.

ઉતારી દૂરનાં ચશ્મા, બતાવી દૂરથી દુલ્હન, કહી સુંદર;
નરી આંખે ઝબક આંજી, બનાવી માંડવે દુલ્હો લવાયો છું.

સસા સૂતા હશે રસ્તે, તું ચાલે કાચબાની મોખરે થાશે
ભગો એવો ભરમ વેંચી સસો ખુદ થૈ ગયો ને હું ડઘાયો છું.

મળે પૂર્ણાંકનાં પાકા હિસાબો ત્યાં લગી હાજર રખાયો છું,
પછી અતિસુક્ષ્મ એવો આંકડો હું દાખલામાં અવગણાયો છું.

ખબર શ્રીરામને ક્યા રોજ માહે સાલથી હું આ જગતમાં છું, 
જનમ તારીખ વાળા દાખલે તો એક જૂનેથી લખાયો છું.

તમે હો સુર્ય તો તમ સુર્યમંડળમાં જ છે છેડે ભ્રમણ મારું;
અલગ એ વાત છે રોશન થયો ના ના કદી તમને ભળાયો છું.


Rate this content
Log in