STORYMIRROR

Jignesh Kotadia

Others

2  

Jignesh Kotadia

Others

પ્રભુની વ્યથા

પ્રભુની વ્યથા

1 min
14.1K


નિરંતર ધૂમ્રસેરો માંહે દમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
ભગત..લે આજ તો તને હું નમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
ફરી આવી ગયો ગોતી તરત બીજું દરદ કૈં કાજ છે કે નૈં
હજૂ તો આગલું વારી વિરમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
સુખે મ્હારાજ થૈ ફરતો વ્યથાએ શ્વાન સમ નતપૂંછ કરગરતો
અદાકારીઓ તારી ખૂબ ખમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
ગયો ગળચી બધા વ્યંજન મુખે મારા ધરી..ખાલી સુંઘાડીને
કદી ના ભોગ મેં ખાધો..તે ગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
મને પ્હેરાવીને વાઘા ચસોચસ, હાર ભારેખમ..ને ઊપરથી
રમાડ્યો તેં અહર્નિશ રાસ રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
અધર નિરંધ્ર મારા તોય ગૅલનબંધ પિવરાવી ગયો ગોરસ!
મનખ સામર્થ દેખીને કમકમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
હતો હું વ્યાપ્ત બ્રહ્માંડે તરંગો આવતાં ઝીલ્યાં હયાતીના
કિરણવેગે અહીં આવીને થમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
ન સીમાઓ મહીં સંકોચ ગુણ મારો છતાં બૂતે પુરાઈને
નિરાકારી હું આકારોએ શ્રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
 
નથી આબોહવા આવી કશે, જો હું પ્રકાશોવર્ષ પરિહારી
ધરા કૂંખે બની કૂંપળ ઉગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે


Rate this content
Log in