STORYMIRROR

NILAM TRIVEDI

Romance

3  

NILAM TRIVEDI

Romance

અવર્ણનીય આહવાન

અવર્ણનીય આહવાન

1 min
162

હોય તું સાથે તો અવર્ણનીય આનંદ,

ને જીવન પણ છે મીઠો મધુરો સંબંધ,


હોય જો ટેકે તું તો મજબૂત મારો સ્કંધ, 

જાણે તારલે મઢેલો હસ્તકે રાખ્યો બાજુબંધ,


બની છું પ્રીત કેરી પ્રીતમાં હું કાયમ અંધ, 

જાણે સૌને, ફૂલોની ભેળવાઈ ગઈ સુગંધ,


જાણે બર્ફિલો વાયરો વાતા રહે મંદ મંદ,

તારા વિયોગે કરતી રહું છું હું આક્રંદ,


ફૂલ તોડીને બગીચામાંથી ગયો માળી બહાર,

 ફૂલોની સુગંધ રહેતી હોય છે નિરંતર અકબંધ,


Rate this content
Log in

Similar gujarati poem from Romance