STORYMIRROR

NILAM TRIVEDI

Inspirational

3  

NILAM TRIVEDI

Inspirational

મા

મા

1 min
135

મા તમારા માટે કોઈ શબ્દ ભંડોળ ભેગો કરુ

તો પણ ઓછો છે, છતાં પણ સામાન્ય શબ્દમાં કહુ

તો ઝાકળ ભીની માટીની સોડમ મા તુ છે,


ગરજતી ગરિમા, વરસતી વાદળ મા તુ છે,

ધરતી પરનો ધબકાર તુ છે,

મા, તમે મારા બાળપણની બહેનપણી,


જુવાનીના જોડીદાર, સરખી ઉંમરના સહેલી,

ઘડપણના ખરતા ખાખરાના પાન તમે છો,

સમજણ રુપી સૂરજમુખી તમે છો,


મા તમારા માટે તો જીવનની જીઓગ્રાફી,

ગણિત ના ગુણાકાર,સાથીદારના સરવાળા,

કવિની કલ્પના પરિણામ સંશોધક પણ ઓછા પડે


મા આપના આત્મદાનથી આપની આત્મજા અવતરી

પ્રેમ ને સ્નેહના સમર્પણ તળે આપના ગુણને અનુસરી,

કહેવાઈ એ તો સહુ મા આપ જેવી ગુણિયલ ખરી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational