અવકાશ
અવકાશ
અંધારું નથી આ કાળાશ છે, વણમાંગી આ દિવસભરની નવરાશ છે,
પડી ગઈ છે રાત કે સંભવિત હજુ દિવસ છે, સમુદ્રમંથન સરીખું આ 2020નું વર્ષ છે,
છે નજર નજીક એ મગજને સમજ્યા, મનને સમજ્યા એ ફોટો મહીં મુદ્રિત છે,
ટેક્નોલોજી સાથ દે જો ક્યારેક, કરી વિડીયો કોલ પરલોકમાં, કહી દઉં કે એક એની ઊણપ સિવાય બધુંય ઠીક છે.
