અનુરાગ
અનુરાગ
મને લાગ્યો રે ભકિતનો અનુરાગ
જીવન મારું ધન્ય ધન્ય બન્યું,
હું તો નિત નિત આરતી ઉતારતી ભગવાન
મને લાગ્યો રે ભકિતનો અનુરાગ
જીવન મારું ....
હું તો બત્રીસ જાતનાં પકવાન ધરું
મને લાગ્યો રે ભકિતનો અનુરાગ
જીવન મારું ધન્ય....
હું તો ઈશ્વર નામના જાપ કરું
મને લાગ્યો રે ભકિતનો અનુરાગ
જીવન મારું.....
હું તો ભકિતના રંગમાં સૌને રંગુ
મને લાગ્યો રે ભકિતનો અનુરાગ
જીવન મારું....

