STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

અનુમતિ

અનુમતિ

1 min
464

જીવન મારું હશે હરિવર અનુમતિ તારી,

ભરું છું શ્વાસ એમાં પ્રભુ છે સંમતિ તારી,


સુખદુઃખના દ્વંદ્વમાં અમને તું કેવો રમાડે !

દેવાને શીખ કદી મોકલતો આપત્તિ તારી,


પર્વત સમું દુઃખ પણ ના ડરાવી શકનારું, 

જો થઈ જાય ચરણમાં કદીએ રતિ તારી,


સ્તુતિ- નિંદા ઊભયમાં તાટસ્થ્ય રાખતો,

પર રહીને તું જાળવનાર છો વિરક્તિ તારી,


તત્ત્વો પ્રકૃતિનાં કે કદી કોઈના શબ્દો થકી,

હરિ તું કરનારો વળી અભિવ્યક્તિ તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational