STORYMIRROR

Harshad Shiyal

Drama Fantasy Inspirational

3  

Harshad Shiyal

Drama Fantasy Inspirational

અમર શહિદને સલામ

અમર શહિદને સલામ

1 min
27.3K



અભેદ છાતી સાથે લડી તું રહ્યો,

ખોયો દેશે એક વિરલો, દિલોમાં તું જીવી રહ્યો...


ત્યાગી સર્વસ્વ સ્વનું ને તું હસી રહ્યો,

ભલે ને ભૂંસાયું સિંદૂર, સુહાગ સદા તું રહ્યો...


ઉજાળી માતાની કૂંખ હસતો ચિરાગ તું રહ્યો,

લાડકવાયો નથી કોઇ એકનો સૌનો તું રહ્યો....


હોય છે સૌને બંધુઓ ઘણાં, બાંધવ તું રહ્યો,

પહેરી'તી ભલેને વર્દી, પરોપકારી સંત તું રહ્યો...


ઉત્તરદાયિત્વ શું હોય છે, મશાલ તું રહ્યો,

બધાં તારલાં પડે ઝાંખાં, ચમકતો સિતારો તું રહ્યો....


Rate this content
Log in

Similar gujarati poem from Drama