STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

અમે તો તારાં નાનાં બાળ

અમે તો તારાં નાનાં બાળ

1 min
270


અમે તો તારાં નાનાં બાળ, 

અમારી તું લેજે સંભાળ... અમે તો તારાં.

ડગલે પગલે ભૂલો અમારી, 

દે સદબુદ્ધિ ભૂલો વિસારી,

તુજ વિણ કોણ લેશે સંભાળ... અમે તો તારાં.

દીનદુઃખિયાના દુઃખ હરવાને, 

આપો બળ મને સહાય થવાને,

અમ પર પ્રેમ ઘણો વરસાવ... અમે તો તારાં.

બાલ જીવન અમ વીતે હર્ષે,

ના દુનિયાની મલિનતા સ્પર્શે,

અમારું હસવું રહે ચિરકાળ... અમે તો તારાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics