અમે ભારત માતાનાં સંતાન
અમે ભારત માતાનાં સંતાન


અમે ભારત માતાનાં સંતાન. અમે શૌર્ય શક્તિનો અખૂટ ભંડાર.
અમે મા ભારતીનાં વીર જવાન. અમે મા હિંદનાં લાડકવાયા સંતાન.
ગીતો ગાવા અમારે શહીદ ભગતસિંહ તણાં શક્તિશાળી.
બલિદાન કથા, શૂરવીર સપૂતોની ગૌરવશાળી.
પ્રેમ, શાંતિ ને ભાઈચારાનો યુગમંત્ર આ અમારો.
આન બાન ને શાન સમો અમારો ત્રિરંગો આ ન્યારો.
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન જયઘોષ આ અમારો.
સત્યમેવ જયતે, વંદે માતરમ્ કેરો વિશ્વાસ આ જન જનનો નારો.
ન્યૂ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા સંકલ્પ આ પ્યારો.
લોકકથા, લોકગીતો, લોકનૃત્યો સંસ્કૃતિ ની વિરાસત આ સારી.
વિવિધતામાં એકતા, અહિંસા પરમો ધર્મની વિશિષ્ટતા આ અમારી.
હિમાદાસ, મેરીકોમ, સરિતા ગાયકવાડ સમી નારીશક્તિ આ સારી.
ગંગા,યમુના, સરસ્વતી નદીરુપી લોકમાતા આ અમારી.
અમે ભારત માતાનાં સંતાન. અમે શૌર્ય શક્તિનો અખૂટ ભંડાર.