STORYMIRROR

Pushpa Mehta Parekh

Inspirational

3  

Pushpa Mehta Parekh

Inspirational

અકબંધ છે (ગઝલ)

અકબંધ છે (ગઝલ)

1 min
28.8K


એક મોતી છીપલીમાં બંધ છે,

આપણો સંબંધ પણ અકબંધ છે.

 

આંખ કાયમ હોય છે સચ્ચાઈને,

ને બધા સપનાં સદાએ અંધ છે.

 

દોડ જલ્દી દોડ ઓ ઈચ્છા-હરણ,

એજ પરિચિત સાંજની સુગંધ છે.

 

તે દીધેલું મખમલી એક મોરપીચ્છ,

એ સ્મરણ હૈયે હજી અકબંધ છે.

 

હો અજાણ્યા તોય લાગે આપણાં,

જન્મના કેવાં ઋણાનુબંધ છે?

 

હું ગઈ વર્ષો પછી એને નગર,

ને નિહાળ્યું દ્વાર બેઉ બંધ છે.

 

જન્મના અને મોતના સંદર્ભમાં,

જીવ અને શિવનો અતૂટ સંબંધ છે.

 

આપ જેને ડાળ માનીને ઝૂલ્યા,

વૃક્ષના ઝૂકી ગયેલા સ્કંધ છે.

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational