મેઘલી મોસમ
મેઘલી મોસમ
1 min
25.3K
મેઘલી મોસમ અને વરસાદ ભીના આપણે,
ચાંદની પૂનમ અને વરસાદ ભીના આપણે.
એક ટહુકારો સૂણી ઉપવન રમતિયાળું થયું,
ફુલની ફોરમ અને વરસાદ ભીના આપણે.
છલછલે ઝરણાં નદી સાગર સરોવર ઉભરે,
છાંટણાં ચોગમ અને વરસાદ ભીના આપણે,
સાત સૂરના હીંચકે હિંદોલીયે સૂર-તાલમાં,
ધૂન -હલક સરગમ અને વરસાદ ભીના આપણે,
ભેટે ઝૂલે તેગ, ફેંટો ખેસ લહેરે ચૂંદડી,
ગાજતું પડઘમ અને વરસાદ ભીના આપણે.
ડૂબવું સંસારના ભવ સાગરે ગહેરાઈમાં,
દર્દ આંસુ ગમ અને વરસાદ ભીના આપણે.
