STORYMIRROR

Pushpa Mehta Parekh

Others

2  

Pushpa Mehta Parekh

Others

મેઘલી મોસમ

મેઘલી મોસમ

1 min
13.7K


મેઘલી મોસમ અને વરસાદ ભીના આપણે,
ચાંદની પૂનમ અને વરસાદ ભીના આપણે.

એક ટહુકારો સૂણી ઉપવન રમતિયાળું થયું,
ફુલની ફોરમ અને વરસાદ ભીના આપણે.

છલછલે ઝરણાં નદી સાગર સરોવર ઉંભરે,
છાંટણાં ચોગમ અને વરસાદ ભીના આપણે.

સાત સૂરના હીંચકે હિંદોલીયે સૂર-તાલમાં,
ધૂન -હલક સરગમ અને વરસાદ ભીના આપણે.

ભેટે ઝૂલે તેગ, ફેંટો ખેસ લહેરે ચૂંદડી,
ગાજતું પડઘમ અને વરસાદ ભીના આપણે.

ડૂબવું સંસારના ભવ સાગરે ગહેરાઈમાં,
દર્દ આંસુ ગમ અને વરસાદ ભીના આપણે.


Rate this content
Log in