STORYMIRROR

Pushpa Mehta Parekh

Inspirational

3  

Pushpa Mehta Parekh

Inspirational

મન પૂછે મને...

મન પૂછે મને...

1 min
14K


પર્ણ પીળાં પાનખરનાં જોઈ મન પૂછે મને,

શાશ્વતી સૌંદર્યની છે કોઈ! મન પૂછે મને.

 

વૃક્ષ ને વરદાન કે પાછા ફરીથી કોળવું,

વેલડીએ જિંદગી કાં ખોઈ! મન પૂછે મને.

 

સાંજથી મહેંકી રહી’તી રાતરાણી ને છતાં,

શબનમી એ રાતભર કાં રોઈ! મન પૂછે મને.

 

બાગમાં કિલ્લોલતી હસતી રમંતી ઝૂમતી,

એ જ કળીઓ માળીએ કાં પ્રોઈ ! મન પૂછે મને.

 

ગર્ભમાંથી બાળકીએ ખૂબ વિનવણી કરી,

તોય માંએ કૂખ શાને ધોઈ! મન પૂછે મને.

 

ભેંસ આગળ ભાગવત વંચાય નઈ કોણે કહ્યું ?

જાનવરમાં લાગણીઓ જોઈ! મન પૂછે મને.

 

સ્નેહ ભીનાં સગપણો તોડીને જે ચાલ્યા ગયા,

રાહ એની આજ લગ કાં જોઈ! મન પૂછે મને.

 

સૂર્ય સાગર આભલું પર્વત નદી બદલ્યા નહિ,

માનવીએ કેમ કિંમત ખોઈ! મન પૂછે મને.

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational