STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

અગર હો શાંતિની ઈચ્છા

અગર હો શાંતિની ઈચ્છા

1 min
333


અગર હો શાંતિની ઈચ્છા ગુણો હરિના સદા ગાઓ,

સુધામય રૂપને રસથી સદા પરમાત્મના ધ્યાવો.

ફગાવી અન્ય ચિંતાને વળી આસક્તિ સંસારી,

લગન દિલની લઈને શ્રી હરિના શરણમાં જાઓ.

કથા કીર્તન તથા સત્સંગમાં સુખ સ્વર્ગનું પામી,

લગાવો ધ્યાન ઈશ્વરનું, હૃદયમાં રૂપને લાવો.

મળ્યો અવસર અનેરો તો ન ખોવો પ્રમાદે એને,

જવાનું થાય તે પહેલાં પરમરસ પી સદા પાઓ.

અગર હો શાંતિની ઈચ્છા ગુણો હરિના સદા ગાઓ;

સુધામય રૂપને રસથી સદા પરમાત્મા ધ્યાવો.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી'માંથી)


Rate this content
Log in

Similar gujarati poem from Classics