STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

અઘરી વાત છે

અઘરી વાત છે

1 min
129

રાખ ચોળી જીવવું એ છેક અઘરી વાત છે,

સાથ છોડી પાળવું એ છેક અઘરી વાત છે,


થાળમાં એ સજાવી જીત તમને પીરસી,

હાર માની ભાગવું એ છેક અઘરી વાત છે,


ભીતરી પીડા હવે મનમાં જ ધરબી રાખજો,

મન છુપાવી થોભવું એ છેક અઘરી વાત છે,


બાળપણની એ નિખાલસ ભાવના કેવી હતી,

ને અહીં અપનાવવું એ છેક અઘરી વાત છે,


એ સળી નાનકડી કરી આઘા ખસી જાશે પછી,

વાત જુદી તારવું એ છેક અઘરી વાત છે,


આઈનાની વાત માની આજ પડદો પાડવા,

જાત ખોલી ઢાકવું એ છેક અઘરી વાત છે,


આંખમાં પણ સાચવી રાખી હતી એ છબી,

ઓળખીને ભૂલવું એ છેક અઘરી વાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance