STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

આવ્યો છું

આવ્યો છું

1 min
867

ઉરના ભાવને શબ્દોમાં ભરીને લાવ્યો છું,

કરીને મુલાકાત તમારી જાણે કે ફાવ્યો છું,


નયન શું જાણે દિલની દ્વિધા હોય કેટલી ?

જાતને મળીને પછી મળવાને હું આવ્યો છું,


શક્ય છે અણીના વખતે જીહ્વા પંગુ બને,

તોય ભાષા શરીરની કહેવાને લલચાયો છું,


મન પણ ક્યારેક વિચારશૂન્ય બની જતું,

છતાં મુલાકાત સફળ કરવા હરખાયો છું,


વણલખ્યું, વણકહ્યું તમે સમજી જનારા,

હાજરી જ પર્યાપ્ત, નિહાળી મુસકાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance