STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

આવ્યો છું

આવ્યો છું

1 min
299

લખી છે કાગળે એ દર્દબાની લઈને આવ્યો છું,

કવનમાં આજ પાછી એ જ બાની લઈને આવ્યો છું,


નવું આપો કરી જ્યાં માંગણી વાચક બનીને ત્યાં, 

નકારી ના શકો એવી કહાની લઈને આવ્યો છું,


સરળતાથી સમજ આવે અહીં એવી નવી વાતો,

ગઝલ ને ગીતમાં ઢાળી રવાની લઈને આવ્યો છું, 


સમાચારો બધા સમજાય એવું તો નથી ત્યારે, 

સરસ વાર્તા બનાવીને જુબાની લઈને આવ્યો છું,


ચડી કપરાં ચઢાણો આજ રસ્તો પણ બનાવ્યો ને, 

જમાનો ત્યાં પ્રમાણે એ જવાની લઈને આવ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance