STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

આવ્યાં તમે

આવ્યાં તમે

1 min
402

પાનખરને વસંતમાં પલટાવી આવ્યાં તમે,

વેદના સઘળી મારી ભૂલાવી આવ્યાં તમે.


પ્રસન્નતા મનતણી મુખમંડળે બિરાજનારી,

જાણે અંગેઅંગને પુલકાવી આવ્યાં તમે.


ટળી વેદના વિયોગની હતી જે સતાવતીને,

વાતાવરણ આનંદી બનાવી આવ્યાં તમે.


અનહદ હર્ષ ઊભરાયો ઉરે તવાગમનથી,

નયનની ભાષાને પ્રગટાવી આવ્યાં તમે.


રોમેરોમ ઉત્સાહ વધતો ગયો તવ દર્શને,

વિષાદની રેખાને ભૂંસાવી આવ્યાં તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance