STORYMIRROR

Kiran piyush shah "kajal"

Tragedy

3  

Kiran piyush shah "kajal"

Tragedy

આવું આવું કરે

આવું આવું કરે

1 min
270

વ્હાલમ રોજ આવું આવું કરે ને આવશે નહીં..

કરે મોસમથી મોસમનો વાયદો, ને પાળશે નહીં.


ઊગતી ઈચ્છાઓ તો ચૂલ્હે ધરબી છે આજ..

કૂંપણો ફૂટતી, તોડી આકાશે ઉડાડી છે આજ.


રાતોની રાત કર્યા'તાં ઉજાગરાને આંજયો અંજપો.

ભર્યા કુટુંબ વચ્ચે વધતી છાતીએ ભીંસ ને વાગતો ખાલીપો.


ટહુકતા મોરલાને દીધો ટુંપો કે જગાવ નહીં આશ.

આંગણે બોલતો ઉડાડયો કાગ ચલ જા નાશ.


વાટ્યું નિરખતી આંખોમાં ખારાપાટ મૂકી,

અભાગણી મુજને બનાવી હંસલો ગયો ઊડી.


વિશ્વાસ હતો કાન્હા પર એને એ ગયો લુંટી.

જન્મોજન્મની પ્રિત ને આ યાદોની રહી મૂડી.


લખ્યા લેખ વિજોગણનાં એ મિથ્યા કેમ થાય?

હાથની રેખાઓ આમેય ક્યાં ભૂસી ભૂસાય?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Tragedy