STORYMIRROR

purvi patel pk

Classics

4  

purvi patel pk

Classics

આવરણ

આવરણ

1 min
348

જીવનમાં બંધ બારણે છુપાતાં, લપાતાં, ચાલતાં,

સંબંધોના એ કહેવાતાં, આછકલાં ભેદી આવરણો.


વરસાદમાં ભીંજાતા, મુગ્ધ દેહલાલિત્યને, 

નિરખતાં એ પાંપણોના, પોકળ પારદર્શી આવરણો.


અનરાધાર શ્રાવણીયે, આંખોના એ વરસતાં, 

સાથોસાથ દદડતાં, અશ્રુઓના ભીના આવરણો.


સંધ્યા સમયે માળામાં ફફડતાં, પાછા ફરતાં,

કેકારવી ગીત ગાતાં, બોલતાં સુરમયી આવરણો.


માનવ ક્ષતિએ પ્રદૂષિત થતી, અવનિના વાતાવરણમાં, 

દમ ઘૂંટતાં, ગૂંગળાઇ જતાં, પર્યાવરણના આવરણો.


સુધારી શકાય જો કેમેય કરી, મુદ્રણ દોષ જીવનમાં, 

થોપાયેલાં, લદાયેલાં, એ વ્યાકરણના આવરણો.


શબ્દસંધાન કરતાં, વછુટતાં, એ શબ્દવેધી બાણ,

ખંજરનો પર્યાય બની જતાં, એ વેધક આવરણો.


બંધ કરવા મથતા, કેટલુંય દીવાલોના કાન, 

તોય ઉઘાડું જ કરી દેતાં, એ કાચના આવરણો.


અંતકાળે પણ જો, ક્ષણિક થઈ જાય હરિસ્મરણ, 

ઉતરી જાય પળમાં, બધા મોહ માયાના આવરણો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics