STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Romance

4  

ચૈતન્ય જોષી

Drama Romance

આવજે તું !

આવજે તું !

1 min
381

મારી જીવનરેખા બનીને આવજે તું. 

 પછી મારું ઉર સ્નેહે પુલકાવજે તું. 


નયનને રહી નયનની ચાહત ઘણેરી,

નૈનથી અંતરમાં છબી પધરાવજે તું. 


સહરાથી તપ્ત છું રણ વેઠીવેઠીને હું, 

બની વીરડી તૃષા મારી છીપાવજે તું. 


પાનખર સદા વસે છે મુજ આંગણે,

આગમને વસંતને કદી પ્રગટાવજે તું. 


પ્રતિક્ષાની પરાકાષ્ઠા અંતરમાં કેટલી ?

પાથરી પ્રેમપુષ્પો એને મલકાવજે તું. 


' હું ' માંથી ' અમે ' થવાની જ વાત છે,

મિલન મુલાકાતે શક્ય બનાવજે તું. 


સર્વસ્વ તું મુજ અંતરે આચ્છાદિત,

વશીકરણના એ મંત્રમાં ફાવજે તું. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama