આરોપો
આરોપો
મનમાં ચાલતા વિચારો વચ્ચે
ક્યાંક મન પીડા અનુભવતું
અચાનક તીવ્ર દર્દનો હૂમલો
છાતી પર ભીંસ વધી..
ગભરામણ સાથે..
પ્રસ્વેદથી નાહી રહી..
આંખે અંધારા છવાયા...
ધૂંધળું દ્રશ્ય...
કર્ણપટ પર અનેક અવાજો અથડાતાં'તાં..
પણ...
કંઈ સમજ નહોતી પડતી..
આંખ પર જાણે મણનો ભાર ...
ખૂલતી જ નહોતી...
કેટલી ક્ષણો આમ વીતી...
કોને ખબર....
ન સમજાય તેવી અસંમજ વચ્ચે..
ધીરેથી આંખો ખોલી...
સામે ચિંતિત પરિવારજનો...
હ્રદયધાતનાં નિદાન સાથે ડોકટર પણ હાજર...
કેમ છે ના સવાલ સાથે
અસ્પષ્ટ ઉચ્ચારો સાથે...
હમ્મમમ એટલો જ જવાબ..
પણ...
ત્યારે ત્રણ દિવસનાં સ્મૃતિગેપ સાથે
એક સવાલ ઉઠયો...
પેલાં પથ્થરહ્રદય કે
હ્રદયવિહિન આરોપો
શું ખોટા હતાં...?
