STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આપણે

આપણે

1 min
22.8K

છીએ ૠષિમુનિઓના વારસદાર આપણે.

તેથી જ ગણાઈએ સૌ એકે હજાર આપણે.


ક્ષમાશસ્ત્ર ધરી ઊભા ઉદારમતવાદી છીએ,

સમય આવ્યે ઝીલી લઈએ પડકાર આપણે.


સંતશૂરાની ભૂમિમાં જન્મનાર નરબંકા અમે,

આમદિનને બનાવી દઈએ તહેવાર આપણે.


જપ, તપ, વ્રત દૈનિક જીવનને દીપાવનારાને,

મર્યાદા પાલને બની જતા શણગાર આપણે.


શાસ્ત્ર, શસ્ત્રનો હોય સમન્વય આચારમાં,

હરડગલે હોય સત્ય તણો સ્વીકાર આપણે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational