STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

આપણા ઘેર હોય છે

આપણા ઘેર હોય છે

1 min
236

આજે સૌનાં વિચારો, વિચારમાં ફેર હોય છે,

બે મા જણ્યા ભાઇઓમાં આજે વેર હોય છે.


પહેલો સગો દોસ્ત આપણો પાડોશી હોય છે,

આજે પાડોશી માટે પણ જીભ પર ઝેર હોય છે. 


ગામડાની સંસ્કૃતિ હવે ભીંત પર લીંપાઈ ગઈ,

પણ,દોસ્ત આ ગામ થકી જ આ શહેર હોય છે.


લોકો સુખ,શાંતિ,શીતળતા માટે આમતેમ ફરે છે,

જગની સુખ,શાંતિ તો દોસ્ત,આપણા ઘેર હોય છે.


આજે લોકોનાં રૂદિયામાં દયા, પ્રેમ સંતાઈ ગઈ,

આથી જ પ્રભુનો આપણા પર કાળો કેર હોય છે.


દિકરા ને દિકરી મોજથી જીવન જીવતાં હોય છે,

એમને ક્યાં ખબર આતો માવતરની મહેર હોય છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational