આફત
આફત




હારીને બેસવાથી કશું નહિ મળે, નિરાશા ખંખેરી નજર ને તું જરા ઊંચી કર,
કાળા છવાયેલા વાદળોની વચ્ચે અવસરના એક કિરણ પર તું દ્રષ્ટિ કર.
બંધ બારણાઓ પાછળ રહીને, મગજને તારા તું બંધ ન કર,
રાહ જો ઉષાની, તિરાડમાંથી આવશે એ બસ, થોડી તું પ્રતીક્ષા કર.
ચોતરફ છવાયેલી નકારાત્મક ઉર્જાને, તારા દિલ પર હાવી ન કર,
સૂરજ પણ ઉગશે, દીવાને અજવાળી તું જીવવાનું ચાલુ તો કર.
કઈ આફતોને ઓળંગી નથી તે 'નિપુર્ણ', નાહકની તું ચિંતા ન કર,
સતર્કતાથી બચીને આગળ વધીજા, તારી ડગરને તું નક્કી કર.