STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

આળસ ન કર

આળસ ન કર

1 min
199

માનવ હવે તો જાગને આળસ ન કર,

આ મોહ માયા ત્યાગને આળસ ન કર,


મૂકી અહીં જાવું પડે, સઘળું અહીં,

ઈશ્વર ભજી ત્યાં માંગને આળસ ન કર,


સાચાં સગાંને ઓળખી દ્વારે આવજે,

કે કોણ તારું તાગને, આળસ ન કર,


પાપોનાં પડછાયા અહીં ધેરી વળે,

શરણે હરિનાં ભાગને, આળસ ન કર,


ફેરા ફરી થાકી ગયો ભગવાન છું,

ધોયા નથી ત્યાં દાગને, આળસ ન કર,


આત્માનો કર ઉદ્ધાર સાચો તું હવે,

મ્હેંકી જશે મન બાગ ને, આળસ ન કર,


પરભવ સારું ભાથું હવે બાંધી લેજે,

માયા મેલી એ રાગને, આળસ ન કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance