આખું આયખું તને અર્પણ કરી દઉં
આખું આયખું તને અર્પણ કરી દઉં
લાવ આખું આયખું તને અર્પણ કરી દઉં,
રાહમાં તારી હો અંધકાર તો,
સૂરજ બની રાહ રોશન કરી દઉં,
આખું આયખું તને અર્પણ કરી દઉં,
તારી વિરાન બગીયા ને ફૂલોની મહેક હું આપી દઉં,
ખુશ રહેવાને સદા તને એક કારણ આપી દઉં,
તારી ઉદાસ આંખોમાં નવા રંગીન સપનાંં બની, ખુશીઓની લહેર અર્પણ કરી દઉં,
તારી તરસને તૃપ્ત કરવા મીઠું ઝરણું બની,
તારા સપનાંઓને નવું આકાશ આપી દઉં,
તારી ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા આકાશેથી ખરતો તારલો હું બની જાઉં,
તને દુનિયાની તમામ ખુશીઓ અર્પણ કરવા,
હું મારી ખુશીઓનું તર્પણ કરી દઉં,
મારું આખું આયખું તને અર્પણ કરી દઉં,
મારું જીવન તને સમર્પણ કરી દઉં,
શું તારું ને શું મારું ?
છે આપણું બધું સહિયારું,
આંખ મારી ને સપનાંઓ તારા હોય,
હોઠ તારાને હાસ્ય મારુંં હોય,
હૃદય મારું ને વિચારો તારા હોય,
અશ્રુઓ ખરે જો તારા તો અશ્રુઓનું કારણ હું મિટાવી દઉં,
તારા માટે તો હું ઈશ્વર સાથે પણ લડી લઉં,
શું અર્પણ કરું તને હું?
લાવ મારું પૂરું આયખું અર્પણ કરી દઉં,
આ જીવન તને સમર્પિત કરી દઉં.

