STORYMIRROR

Vijay Jadav

Romance

3  

Vijay Jadav

Romance

થઈ ગયો;

થઈ ગયો;

1 min
13.8K


લ્યો, હવે હું એક શાયર થઈ ગયો;

પ્હેલાં પ્રેમી હતો, હવે વર થઈ ગયો.

મિત્રએ કીધું તો એ લોફર થઈ ગયો,

'ને કહ્યું લવ યું મે ઓફર થઈ ગયો.

પ્હેલાં હું ગાતો 'તો પણ કૈ ખાસ નૈ,

પણ હવે તો હું સ્વરેશ્વર થઈ ગયો.

રૈ ન'તા શકતા અમે એકમેક વિના,

આજ નજરે એની લોફર થઈ ગયો.

સ્પર્શમાં એવું હતું શું એમના;

એ અડ્યાં તે પળથી સોબર થઈ ગયો.

હું નદી પાસેથી શીખ્યો વ્હેતાં, 'ને-

આજ સાગર મળતાં સાયર થઈ ગયો..

આપણી ભીતર છે બેઠા ઈશ સ્વયં,

તો પછી શાને તું કાયર થઈ ગયો!

ઘર મટી ગ્યાં છે 'ને થઈ ગ્યાં છે મકાન,

બેઘરોનો હું "વિજય"ઘર થઈ ગયો.

પ્રેમની તાકાત મોટી છે "વિજય",

પ્રેમમાં પડતાં જ અકબર થઈ ગયો.

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance