STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

આખી દુનિયા સમાયેલી

આખી દુનિયા સમાયેલી

1 min
204

બાળકોને જે મસ્તી પૂરી પાડતી

ઘડપણમાં ઈશ્વરની યાદ અપાવતી

ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


યુવાનીમાં મસ્તીનો ખજાનો આપતી

સૌને પોતાનામાં સમાવી લેતી

 ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


રામાયણ મહાભારતનો પરિચય આપતી

સંસ્કાર ઘડતરની નવી શરૂઆત કરતી

ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


જીવન ઘડતરના પાઠ શીખવતી

ઘરમાં વાદવિવાદ તાણી લાવતી

ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


નાનાં મોટાં સૌને બહું ગમતી

એ ક્રિષ્ના તારી બાળપણની મસ્તી

 ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


સૌને સંગાથે ઘેલી તું કરતી

તારા રસના નશામાં તું ડૂબાડતી

ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


વિશ્વની રીત અનોખી તું શીખવતી

ફેશનના નિતનવા તુક્કા તું આપતી

ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


મારા તારાનો ભેદ ભલે શીખવતી

છતાં સંગાથે હળીમળીને રાખતી

ફિલ્મમાં આખી દુનિયા સમાયેલી...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational