STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others Children

આજનું બાળક

આજનું બાળક

1 min
140

સ્કૂલ ટ્યુશન અને હોમવર્કની દુનિયામાં ખોવાયો આજનો બાળક,

મોબાઈલના અજબ આકર્ષણમાં ઘેરાયેલો છે આજનો બાળક,


ટકાવારીની હરીફાઈમાં જાણે મેદાને પડ્યો આજનો બાળક,

સર્વગુણ સંપન્ન થવાની વાલીઓની લાલચમાં

બચપણમાં પીઢ બની ગયો આજનો બાળક,


સ્માર્ટ બનવાની વાલીની લાલચમાં ભોળપણ ભૂલી ગયો આજનો બાળક,

પાટી પેન ને બદલે મોબાઈલમાં ભણવા લાગ્યો આજનો બાળક,


પહેલા નંબરની હોડમાં મિત્રો સાથેની મસ્તી ગુમાવતો ગયો આજનો બાળક,

ઇંગ્લિશ મીડિયમમાં ભણી માતૃભાષાને ભૂલી ગયો આજનો બાળક,


ફૂલ જેવો કોમળ, બેગનું વજન ઉચકી થાકી ગયો આજનો બાળક,

સ્કૂલના અઘરા અઘરા પાઠ શીખતો જીવનના પાઠ શીખવાનું ભૂલી ગયો આજનો બાળક,


ઊંચી સફળતાના દાયરામાં ઘુસી સાચું જ્ઞાન લેવાનું ભૂલી ગયો આજનો બાળક,

મોબાઈલની મથામણમાં ગિલ્લી દંડા ખોખો અને શેરી મિત્રોને સાવ ભૂલી ગયો આજનો બાળક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational