આજેય રહેવાના
આજેય રહેવાના
સત્કર્મ થકી જીવન મળતા,
ઈશ્વર ભકિતમાં સૌ સુખ મળતા.
અજેય રહેવાને કામ સારા કરીએ,
મહાત્મા ગાંધી, સરદાર પટેલ સ્મરીએ.
એના કર્મ થકી જગ ઉજિયારુ,
અજેય રહેવાને કામ સારા કરીએ.
કર્મ કર્મોમાં ઘણાં ફેર છે,
ખોટા કર્મોના નથી મોલ રે,
અજેય રહેવાને કામ સારા કરીએ.
કર્મના ફળ સૌને મળતા,
એથી જ મળતા વિજયના વરદાન,
અજેય રહેવાને કામ સારા કરીએ.
જન્મ થકી ન મહાન બનતા,
કર્મ થકી દુનિયામાં બોલબાલા,
અજેય રહેવાને કામ સારા કરીએ.
