આજ
આજ
ભૂતકાળને યાદ કરી, આજમાં જીવવાની,
કોશિશ ઘણી જોઈ કરી..
એ પણ ભૂતકાળ જ થઈ જેને આજમાં, તાજી, ફરી હતી કરી...
પછી થયું કઈ નહીં, જોઉં થોડા ભવિષ્યના સપનાં સોનેરી..
પણ, જે છે જ નહીં એની તો પાટી જ નીકળી સાવ કોરી...
વાત રહી આજની, જે છે એ છે જ, ને જતી રહેવાની છે ફરી...
જીવી લે, 'નિપુર્ણ' જેમ તારે જીવવાનું છે, ભૂત-ભવિષ્ય છે એક ભ્રમણાની પરી.