STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આજ માં જીવી લે.

આજ માં જીવી લે.

1 min
298

મળ્યા છે શ્વાસ તો જીવી લે.

જિંદગીની સફર તું ખેડી લે.

મુક્ત ગગનમાં વિહરી લે.

થોડા ટહુકા જગતને આપી દે.


શું લઈ જવાનું છે સાથે.?

ભેગુ કરેલું સમાજ માટે વાપરી લે.

કાલની ફિકર શા માટે ?

આજમાં તું જીવી લે.


આકાશનું કાળજું ચીરી ને પણ નીકળે આ સોનેરી કિરણ.

બસ જિંદગી સાથે તું થોડુક લડી લે.


આંધીનો ડર શા માટે ?

એ તો ઘડી બે ઘડીની મહેમાન છે.

પછી તો ઉજળી સવાર છે.

આમ હારી ને ના બેસ.

તું તો એક સિકંદર છે.


શ્વાસનું નાણું આપ્યું છે ઈશ્વરે.

આમ વેડફે શા માટે ?

સારા કર્મોનો નફો કર.

જીતી જઈશ તું આ જિંદગીની જંગમાં.

આમ કિનારે રઝળપટ્ટી ના કર.

શું આપશે કિનારો ?

બસ મરજીવા બની ડૂબકી લગાવ,

મોતીઓ મળશે તને કિંમતી.

આમ પીડાઓ પણ ઓગળી જશે બરફ બની.


જરા તું સૂર્યની કિરણ તો બન.

કાલની ચિંતા શા માટે ?

આજમાં તું જીવી લે.

અરે ઠોકર તો માર.

રણમાં પણ ઝરણું નીકળી પડશે.

આમ મૃગજળ પાછળ ક્યાં સુધી દોડીશ ?

બસ આજ માં તું જીવી લે.


આમ શબ્દોમાં ગૂંથાઈને ગઝલ બની જા.

મહેફિલની તું શાન બની જા.

આમ એકલતાની પીડા ક્યાં સુધી ભોગવીશ ?

બસ આજમાં જીવી લે...


ભૂસી નાખ મનની ખારાશ.

બસ મીઠા જળનું ઝરણું બની વહી જા.

તારા કિનારે કોઈ છોડ ને મહેકાવી જા.

અજ્ઞાનનું પાંદડું ખસેડ તારી દૃષ્ટિમાંથી.


જ્ઞાનનો ખજાનો,

જગતને ભેટ ધરી જા.

આજમાં જીવી લે.

કાલની ચિંતા શા માટે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational